Home / India : There will be a major reshuffle in the Congress organization by the end of February

કોંગ્રેસના સંગઠનમાં મોટા પાયે થશે ફેરબદલ, રાહુલ ગાંધીનો પ્લાન તૈયાર; પ્રિયંકા ગાંધી મળી શકે છે સ્થાન

કોંગ્રેસના સંગઠનમાં મોટા પાયે થશે ફેરબદલ, રાહુલ ગાંધીનો પ્લાન તૈયાર; પ્રિયંકા ગાંધી મળી શકે છે સ્થાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ સંગઠન મોટા પાયે ફેરબદલ કરી શકે છે. હરિયાણા,મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં પણ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. માનવામાં આવે છે કે કોંગ્રેસ સંગઠનમાં ફેબ્રુઆરીના અંત સુધી મોટા બદલાવ થશે. સંગઠનમાં બદલાવની પ્રક્રિયા લોકસભા ચૂંટણી 2024 પછી જ શરૂ થવાની હતી પરંતુ અનેક રાજ્યમાં ચૂંટણીને કારણે રોકાઇ ગઇ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવે જ્યારે કોંગ્રેસ મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી હારી ગયું છે તો હવે પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.

ફેબ્રુઆરીના અંત સુધી કોંગ્રેસ સંગઠનમાં થશે બદલાવ

કોંગ્રેસના સંગઠનમાં ફેબ્રુઆરીના અંત સુધી મોટા બદલાવ થશે. લોકસભા ચૂંટણી 2024 બાદથી જ બદલાવ પ્રક્રિયા શરૂ થવાની હતી પરંતુ રાજ્યોની ચૂંટણીને કારણે રોકાઇ ગઇ હતી. સંગઠનમાં બદલાવને લઇને રાહુલ ગાંધી અને પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કેટલીક બેઠક પણ યોજાઇ ગઇ છે.બેઠકમાં સંગઠન મહાસચિવ વેણુગોપાલ પણ સામેલ રહ્યા છે. કોંગ્રેસ સંગઠન મહાસચિવના કામને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી શકે છે. ત્રણેય ભાગ માટે અલગ અલગ નેતા નિયુક્ત કરવામાં આવી શકે છે. જે અધ્યક્ષ બાદ સૌથી તાકાતવર પદની તાકાત ઓછી થશે. અત્યારે કેસી વેણુગોપાલ સંગઠન મંત્રી છે. તે રાહુલ ગાંધીના ઘણા ખાસ અને તાકાતવર માનવામાં આવે છે, જેનો અર્થ એવો કે કેસી વેણુગોપાલનું કદ ઘટી જશે.

8 રાજ્યના અધ્યક્ષ બદલાશે

સુત્રો અનુસાર, કોંગ્રેસ અડધા ડઝન નવા મહાસચિવ બનાવશે. કેટલાક મહાસચિવોને બહારનો રસ્તો બતાવવામાં આવશે તો કેટલાક પ્રચાર ધરાવતા રાજ્યમાં બદલાવ થશે. બિહાર, રાજસ્થાન, તેલંગાણા, હરિયાણા, પંજાબ અને આસામના પ્રભારી બદલાઇ શકે છે. લગભગ 8 રાજ્યના અધ્યક્ષ બદલાશે જેની શરૂઆત ઓડિશાથી થઇ ચુકી છે. આસામમાં ગૌરવ ગોગોઇને અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. કર્ણાટકમાં પણ ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રીની સાથે પાર્ટી અધ્યક્ષ પણ છે, તેમની જગ્યાએ સંગઠનમાં નવી નિયુક્તિ થઇ શકે છે. મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને તમિલનાડુના અધ્યક્ષ બદલાશે. હર્ષવર્ધન સકપાલ મહારાષ્ટ્રના અધ્યક્ષ બની શકે છે. ઝારખંડના પ્રભારી ગુલામ અહેમદ મીર પાસેથી પ્રભાર લેવામાં આવશે. તે પોતાના ગૃહ રાજ્ય જમ્મુ કાશ્મીર પરત ફરશે.

પ્રિયંકા ગાંધીને મળી શકે છે જવાબદારી

પ્રિયંકા ગાંધી અત્યારે મહાસચિવ છે પરંતુ કોઇ રાજ્યના પ્રભારી નથી. એવામાં તેમને કોઇ મોટા રાજ્યનો પ્રભાર સોપવામાં આવી શકે છે. બીકે હરિપ્રસાદ, સચિન રાવ, મીનાક્ષી નટરાજન, શ્રીનિવાસ બીવી, પરગટ સિંહ, અજય કુમાર લલ્લુ, જિગ્નેશ મેવાણી, કૃષ્ણા અલાવરૂ, મોહમ્મદ જાવેદ, અભિષેક દત્ત, ગણેશ ગોદિયાલ, પ્રકાશ જોશી જેવા નેતાઓને સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે.

વેણુગોપાલને પણ બદલવામાં આવશે

સંગઠન મહાસચિવ વેણુગોપાલ મજબૂતીથી પોતાના પદ પર બનેલા છે પણ તેમને કેટલાક મહિના પહેલા જ સંસદની લોક લેખા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એવામાં અટકળો છે કે તેમને બદલવામાં આવી શકે છે અને તેમની જગ્યા રણદીપ સુરજેવાલા, પ્રિયંકા ગાંધી, ભૂપેશ બઘેલ, ભંવર જિતેન્દ્ર સિંહ અલવર અથવા અશોક ગહેલોત લઇ શકે છે. જોકે, વેણુગોપાલને બદલવા અથવા પદ પર બનાવી રાખવાનો નિર્ણય રાહુલ ગાંધી જ કરશે. સંચાર વિભાગના મહાસચિવ જયરામ રમેશને પણ બદલવામાં આવી શકે છે.

 

Related News

Icon