રાજસ્થાનના નાગૌરથી એક દર્દનાક વીડિયો સામે આવો છે. આ વીડિયોમાં એક યુવક પોતાની જ પત્નીને દોરડાથી બાંધીને બાઇક ઢસડી રહ્યો છે. આ વીડિયો પંચૌરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ વીડિયો લગભગ એક મહિના જૂનો હોવાનું કહેવાય છે. પંચૌરી પોલીસ સ્ટેશને પોતે સંજ્ઞાન લઈ કેસ નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

