Home / India : Weather: Weather has increased concerns across country, storms and rains predicted

Weather: હવામાને દેશભરના ખેડૂતોની વધારી ચિંતા, અનેક રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી 

Weather: હવામાને દેશભરના ખેડૂતોની વધારી ચિંતા, અનેક રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી 

Weather Forecast: દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય છે, તેની અસર જોવા મળી રહી છે. ઘણાં રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) જોવા મળી રહ્યું છે, ધૂળની આંધી ફૂંકાઈ હતી અને વરસાદ પડ્યો હતો, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી હતી. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા(Snowfall) થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ(Rain) પડ્યો હતો. આ ઉપરાંત બિહારમાં વરસાદ અને વીજળી પડવાથી લગભગ 60 લોકોએ જીવ ગુમાવ્યા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 16મી એપ્રિલ સુધીના નવીનતમ હવામાન અપડેટ જાહેર કર્યા છે, તો ચાલો જાણીએ કે આગામી 5 દિવસમાં દેશભરમાં હવામાન કેવું રહેશે? ક્યાં વરસાદ પડશે અને ક્યાં ગરમીનું એલર્ટ રહેશે?

હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે 16મી એપ્રિલ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાવાઝોડા, વીજળી, ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન (40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે) સાથે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તરપશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન (40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે) સાથે વરસાદની શક્યતા છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કેમ કે કમોસમી વરસાદ(Unseasonal rain)ને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. 

11-12 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં(Jammu and Kashmir, Ladakh and Himachal Pradesh, Uttarakhand) વાવાઝોડા, વીજળી અને ભારે પવન(Thunderstorms, lightning and strong winds) (40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે) સાથે વરસાદ પડવાની શક્યતા છે. બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ધૂળની વાવાઝોડાની શક્યતા છે. 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હળવો વરસાદ પડી શકે છે.

આ રાજ્યોમાં ગરમ ​​પવન ફૂંકાશે

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશમાં ગરમ ​​પવન ફૂંકાય તેવી શક્યતા છે. 14થી 16 એપ્રિલ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અને 16મી એપ્રિલે પૂર્વી રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ગરમ ​​પવન ફૂંકાઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન જોવા મળી શકે છે

Related News

Icon