ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયન્સ આજે 9 મહિના બાદ ધરતી પર પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સના 9 મહિના પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ X પર એક પોસ્ટ પણ શેર કરી જેમાં Crew9 ને અભિનંદન આપવામાં આવ્યા હતા અને સુનિતા વિલિયમ્સને આઇકોન ગણાવી હતી.

