
મંગળવારે દિલ્હીના કપૂરથલા હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, તેમના મંત્રીઓ અને રાજ્યના AAP ધારાસભ્યો-સાંસદો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનીષ સિસોદિયા પણ હાજર હતા. પાર્ટીના રાજ્ય એકમમાં વધી રહેલા આંતરિક અસંતોષની ચર્ચાઓ વચ્ચે કેજરીવાલે પંજાબ નેતાઓની આ બેઠક બોલાવી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કપૂરથલા હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં કેજરીવાલ સાથે શું ચર્ચા થઈ તે વિશે મીડિયા સાથે વાત કરી.
કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ આભાર માન્યો
તેમણે કહ્યું, 'પંજાબના સમગ્ર મંત્રીમંડળ અને અમારા બધા ધારાસભ્યોએ કપૂરથલા હાઉસ ખાતે અમારી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી. દિલ્હી ચૂંટણી દરમિયાન AAPના પંજાબ એકમે કરેલી સખત મહેનત માટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ આભાર માન્યો હતો. પંજાબમાં અમારી સરકાર લોકોના હિતમાં ઘણું કામ કરી રહી છે. વીજળી, શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રના કાર્યોને વધુ ગતિ આપવા જણાવ્યું હતું.
https://twitter.com/ANI/status/1889219972100141453
અમે પંજાબને એક મોડેલ રાજ્ય તરીકે વિકસાવીશું
ભગવંત માને કહ્યું કે, આમ આદમી પાર્ટીના 10 વર્ષના શાસન દરમિયાન દિલ્હીમાં જેટલું કામ થયું છે તેટલું છેલ્લા 75 વર્ષમાં થયું નથી. જીત અને હાર ચૂંટણી રાજકારણનો એક ભાગ છે. અમે દિલ્હીના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરીશું. અમે દિલ્હીના આદેશનું સન્માન કરીએ છીએ. અમે પંજાબને એક મોડેલ રાજ્ય તરીકે વિકસાવીશું કે આખો દેશ જોશે. આપણે વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અમે એક સરળ પૃષ્ઠભૂમિમાંથી આવીએ છીએ. અમે વધુને વધુ લોકોના દિલ કેવી રીતે જીતી શકાય તે દિશામાં કામ કરીશું. મોટી કંપનીઓએ પંજાબમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે - જેમાં ગ્રાસિમ અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં કોંગ્રેસના ધારાસભ્યો કેટલા એની સંખ્યા ગણતા શીખે
આમ આદમી પાર્ટીના 30 ધારાસભ્યો કોંગ્રેસ સાથે સંપર્કમાં છે, એવા પ્રતાપ સિંહ બાજવાએ કરેલા દાવાનો મુખ્યમંત્રી ભગવંત માને જવાબ આપતા કહ્યું કે, 'તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દાવો કરી રહ્યા છે કે 30-40 AAP ધારાસભ્યો તેમની પાર્ટી સાથે સંપર્કમાં છે.' તેમને આવા દાવા કરતા રહેવા દો. AAP ધારાસભ્યોને છોડીને પહેલા દિલ્હીમાં કોંગ્રેસના ધારાસભ્યો કેટલા એની સંખ્યા ગણતા શીખે.