
રતન ટાટા પોતાની કરિયર દરમિયાન તત્કાલીન વડાપ્રધાન વીપી સિંહની નારાજગીનો ભોગ બન્યા હતા. વાત રતન ટાટાના રાજીનામા સુધી પહોંચી ગઇ હતી. તે રાજીનામું આપવાનું મન બનાવી ચુક્યા હતા પણ રાજીવ ગાંધીએ આવું થવા દીધુ નહતું. આ ખુલાસો ખુદ રતન ટાટાએ એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો.
વાત તે દિવસોની છે જ્યારે રતન ટાટાને એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. રતન ટાટાએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું, 'ત્રણ વર્ષ સુધી, હું એર ઇન્ડિયામાં હતો. તે મુશ્કેલીભર્યા વર્ષ હતા, કારણ કે તે દરમિયાન એર ઇન્ડિયાનું રાજનીતિકરણ થયું હતું. તેના વિશે આપણે વધુ વાત નહીં કરીએ. તે સમય ઘણો મુશ્કેલીભર્યો હતો અને અલગ અલગ વિચાર હતા. હું રાજીનામું આપવા માંગતો હતો પરંતુ રાજીવે આવું ના થવા દીધુ, માટે જે દિવસે તેમને સત્તા ગુમાવી, મેં પદ છોડી દીધું."
રતન ટાટાએ કહ્યું હતું, "મને લાગે છે કે મે વીપી સિંહની નારાજગી લઇ લીધી છે, જે સત્તામાં આવ્યા અને તેમને વિચાર્યું હશે કે આ તેમના નેતૃત્ત્વ પર એક પ્રતિબિંબ હતો પરંતુ એવું નહતું. આ માત્ર એર ઇન્ડિયાના રાજકારણના ઉતાર-ચઢાવથી દૂર થવાનો મુદ્દો હતો."
વીપી સિંહ સરકાર સાથે ટકરાવ
વીપી સિંહ સરકાર સાથે ટકરાવ થયો, જ્યારે JRD ટાટાએ વીપી સિંહને Tata Zug પર વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના આરોપો અંગે કડક પત્ર લખ્યો. ઇન્ટરવ્યુંમાં રતન ટાટાએ જણાવ્યું, "ભૂરેલાલ (પૂર્વ ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ, ફોરેન એક્સચેન્જ) તપાસનું નેતૃત્ત્વ કરી રહ્યાં હતા.મને નથી લાગતું કે અમે કંઈ ખોટું કર્યું છે અને તે જ સમયે બધું જ જાહેર કરવામાં આવ્યું હતું - તે એક મુદ્દો હતો કે શું માતા કે પિતાના બાળક થવા મૂળ કંપનીના પૌત્રને પણ RBIની મંજૂરીની જરૂર હતી કે નહતી. આ મુદ્દો ક્યારેય સાબિત ના થયો, કારણ કે આવું કઇ મળ્યું નહતું, જેનો અમે ખુલાસો કર્યો નહતો."
રાજીવ ગાંધી સાથે કરતા હતા વિચારોનું આદાન-પ્રદાન
રતન ટાટાએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું, "હું ભાગ્યશાળી હતો કે મને રાજીવ ગાંધી સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવા અને તે લોકોના નાના ગ્રુપનો ભાગ બનવાની તક મળી, જેમને સમય સમય પર કેટલાક ક્ષેત્રમાં અભિપ્રાય માટે બોલાવવામાં આવતા હતા. તે સમયે તેમને મને એર ઇન્ડિયાનો ચેરમેન બનાવ્યો. સરકારમાં થતી કેટલીક વસ્તુઓની જેમ મને ક્યારેય પૂછવામાં ના આવ્યું. રાહુલ બજાજને ઇન્ડિયન એરલાઇન્સના ચેરમેન બનાવવામાં આવ્યા. હું ભારતમાં હતો પરંતુ રાહુલ બજાજ વિદેશમાં હતા. અમને એમ પણ કહેવામાં ના આવ્યું કે અમને ચેરમેન બનાવવામાં આવી રહ્યાં છે.