
27 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનવા જઇ રહી છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકમાંથી 48 પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે AAPએ 22 બેઠકથી જ સંતોષ કરવો પડ્યો છે. આ વચ્ચે દિલ્હીમાં સરકાર બનાવવાને લઇને ભાજપે તૈયારી શરૂ કરી છે.
અમિત શાહના ઘરે મળી બેઠક
દિલ્હીમાં સરકારની રચનાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે બેઠક મળી હતી. આ બેઠકમાં જેપી નડ્ડા, બૈજયંત પાંડા અને બીએલ સંતોષ પણ હાજર રહ્યાં હતા. કહેવામાં આવે છે કે આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રી પદ માટે નામો પર ચર્ચા થઇ છે.
https://twitter.com/ians_india/status/1888464822670590290
ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા ધારાસભ્યોને મળશે
દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા સાંજે તમામ ધારાસભ્યોને મળશે. આ દરમિયાન તે તમામને શુભેચ્છા પાઠવશે અને સરકાર બનાવવાને લઇને પણ ચર્ચની સંભાવના છે. આ પહેલા ચૂંટણી પરિણામ આવ્યા બાદ શનિવાર સાંજે ભાજપની ઓફિસમાં PM મોદી, જેપી નડ્ડા, અમિત શાહ સાથે શપથગ્રહણ અને દિલ્હીમાં બનનારી સરકારની રૂપરેખાને લઇને ચર્ચા થઇ હતી.
PM મોદીના વિદેશ પ્રવાસ બાદ શપથગ્રહણ સમારંભ યોજાશે
સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ શકે છે. PM મોદી 14 ફેબ્રુઆરીએ રાત્રે પરત ફરશે. તે બાદ જ દિલ્હીમાં શપથગ્રહણ યોજાઇ શકે છે. આ શપથગ્રહણ સમારંભ ભવ્ય હશે જેમાં NDAના નેતાઓના સામેલ થવાની આશા છે. આ સિવાય તમામ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ બોલાવવામાં આવશે.
આતિશીએ આપ્યુ રાજીનામું
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હારના એક દિવસ બાદ ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સોપી દીધુ છે. અધિકારીઓએ જણાવ્યું કે આતિશીએ રાજ નિવાસમાં વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સોપ્યું હતું. આતિશી કાલકાજી બેઠક પર જીતવામાં સફળ રહ્યા હતા.જોકે, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના દિગ્ગજ AAPના નેતાઓઓ હારનો સામનો કરવો પડ્યો છે.
દિલ્હીમાં કોણ બનશે મુખ્યમંત્રી? આ નામ ચર્ચામાં
દિલ્હીમાં ભાજપની વિધાનસભામાં ઐતિહાસિક જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.
પ્રવેશસિંહ વર્મા
આ યાદીમાં પ્રથમ નામ પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્માનું છે. તે પશ્ચિમ દિલ્હીથી સતત બે વખત સાંસદ રહી ચુક્યા છે.2019માં 5.78 લાખ મતથી તે ચૂંટણી જીત્યા હતા જે દિલ્હીના ઇતિહાસમાં સૌથી મોટી જીત હતી. આ વખતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 4099 વોટથી હરાવ્યા છે.પ્રવેશ વર્મા બાળપણથી જ સંઘ સાથે જોડાયેલા છે, તેમને હજુ સુધી તમામ ચૂંટણીમાં જીત મેળવી છે.
મનોજ તિવારી
ઉત્તર-પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીતી ચુક્યા છે. 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીના 7માંથી 6 સાંસદોને ટિકિટ કાપી નાખી હતી પરંતુ મનોજ તિવારીને પાર્ટીએ ફરી ટિકિટ આપી હતી. તે 2016થી 2020 સુધી દિલ્હી ભાજપના અધ્યક્ષ રહ્યાં છે. પૂર્વાંચલ વોટર્સ વચ્ચે મનોજ તિવારી ઘણા લોકપ્રિય છે. 8 મહિના બાદ બિહારમાં ચૂંટણી છે એવામાં ભાજપ તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે.
મનજિંદર સિંહ સિરસા
મનજિંદર સિંહ સિરસા 2013 અને 2017માં શિરોમણી અકાલી દળની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતી ચુક્યા છે. તે બાદ તે ત્રીજી વખત રાજૌરી ગાર્ડનથી ધારાસભ્ય ચૂંટાયા હતા. તે 2021માં શિરોમણી અકાલી દળ છોડી ભાજપમાં સામેલ થઇ ગયા હતા. તે બાદ ઓગસ્ટ 2023માં ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. તે દિલ્હીમાં સિખ સમુદાયના મોટા નેતા છે. મનજિંદર સિંહ સિરસાને આગળ કરીને ભાજપ પંજાબમાં પકડ મજબૂત કરી શકે છે.
સ્મૃતિ ઇરાની
ભાજપ સ્મૃતિ ઇરાનીને પણ આગળ કરી શકે છે. તે 2010થી 2013 સુધી ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં છે. 2014માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ પણ તે મંત્રી બન્યા હતા. 2019માં તેમને રાહુલ ગાંધીને હરાવ્યા હતા. તે એક મોટા મહિલા ચહેરો છે. ભાજપમાં આ સમયે કોઇ મહિલા મુખ્યમંત્રી નથી. એવામાં સ્મૃતિ ઇરાનીને મુખ્યમંત્રી બનાવી ભાજપ મહિલાઓને મેસેજ આપી શકે છે.
વિજેન્દ્ર ગુપ્તા
વિજેન્દ્ર ગુપ્તાએ રોહિણી વિધાનસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી જીતી છે. તે બે વખત દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહ્યાં છે. આ સિવાય 2015માં જ્યારે ભાજપના દિલ્હી વિધાનસભામાં 3 ધારાસભ્ય હતા તેમાંથી વિજેન્દ્ર ગુપ્તા એક હતા. તે દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ રહી ચુક્યા છે. આ સિવાય તેમની સંઘ અને સંગઠનમાં પકડ મજબૂત છે.
મોહનસિંહ બિષ્ટ
મોહનસિંહ બિષ્ટે 1998થી 2015 સુધી સતત 4 વખત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે.જોકે, 2015માં તેમને કપિલ મિશ્રા સામે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે 2010માં ફરી ધારાસભ્ય ચૂંટાયા હતા. ભાજપે 2025માં તેમની બેઠક બદલીને મુસ્લિમ વસ્તી ધરાવતી મુસ્તફાબાદથી લડાવ્યા હતા. અહીંથી તેમને જીત મળી હતી. મોહનબિષ્ટની સંઘ અને સંગઠનમાં સારી પકડ છે, તેમનો પહાડી વિસ્તારમાં સારો પ્રભાવ છે.
વીરેન્દ્ર સચદેવા
વીરેન્દ્ર સચદેવા 2007-2009 સુધી ચાંદની ચૌક અને 2014થી 2017 સુધી મયુર વિહાર ભાજપ જિલ્લા અધ્યક્ષ રહ્યાં છે. તે બાદ 2009-2012 સુધી દિલ્હી ભાજપના પ્રદેશ મંત્રી, 2020થી 2023 સુધી પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યાં છે. વીરેન્દ્ર સચદેવા 2023માં જ દિલ્હી ભાજપના અધ્યક્ષ બન્યા હતા.