Home / India : Who is RCB's marketing head Nikhil Sosale? arrested in the Bengaluru stampede case.

RCBનો માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે કોણ છે? Bengaluru stampede કેસમાં કરાઇ છે ધરપકડ

RCBનો માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે કોણ છે? Bengaluru stampede કેસમાં કરાઇ છે ધરપકડ

Who is RCB Marketing Head Nikhil Sosale: બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોતના મામલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ઇવેન્ટનું સંચાલન કરતી કંપની DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનાના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નિખિલ શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે. આ ઉપરાંત, નિખિલની પત્ની માલવિકા નાયક અનુષ્કા શર્માની નજીકની મિત્ર છે. IPL 2025 દરમિયાન, અનુષ્કા અને માલવિકા સાથે મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

નિખિલ 2012 થી RCB સાથે જોડાયેલો છે 
નિખિલ છેલ્લા 15 વર્ષ કરતા પણ વધુ સમયથી RCB સાથે જોડાયેલો છે અને વર્ષ 2023થી માર્કેટિંગ અને રેવન્યુ હેડ છે. RCB સાથે નિખિલની વ્યાવસાયિક સફર 2012 માં શરૂ થઈ હતી. ત્યારબાદ, તેણે આ IPL ફ્રેન્ચાઇઝ માટે સિનિયર એક્ઝિક્યુટિવ, મેનેજર, સિનિયર મેનેજર, લીડ બિઝનેસ અને કોમર્શિયલ ઓપરેશન્સ, બિઝનેસ પાર્ટનરશિપના વડા જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર કામ કર્યું. 

મુંબઈ ભાગી જવાની ફિરાકમાં હતો 
માહિતી અનુસાર, નિખિલ સોસાલે મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એરપોર્ટ પહોંચતાની સાથે જ પોલીસે તેને પકડી લીધો. બેંગલુરુમાં RCB ની જીત પછી વિજય પરેડ પહેલા થયેલી નાસભાગમાં તેની ભૂમિકા કેટલી ગંભીર હતી તે જાણવા માટે નિખિલની પૂછપરછ કરવામાં આવી રહી છે. નિખિલ ઉપરાંત, પોલીસે આ કેસમાં વધુ ત્રણ લોકોની અટકાયત કરી છે, તેમની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. 

હાલમાં, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કાર્યક્રમનું આયોજન કરવામાં કયા નિયમોની અવગણના કરવામાં આવી હતી? કોની પરવાનગીથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ? તેમજ સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં? આ માટે કોણ જવાબદાર છે? 

RCBએ 10-10 લાખની સહાય જાહેર કરી હતી 
ઉલ્લેખનીય છે કે નિખિલની ધરપકડને આ કેસમાં મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે અને તેનાથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે. અગાઉ, RCB એ નાસભાગમાં જીવ ગુમાવનારા 11 સમર્થકોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.

 

 

Related News

Icon