
Delhi Assembly Election Results: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી પાછળ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 6 રાઉન્ડની ગણતરી પછી કેજરીવાલ 225 મતોથી પાછળ છે. તેમને કુલ ૧૨૧૬૩ મત મળ્યા છે.
ભાજપના ઉમેદવાર પ્રવેશ સાહિબ સિંહ વર્મા ૧૨૩૮૮ મતો સાથે આગળ છે. પ્રવેશ વર્મા દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત 2050 મતો સાથે ત્રીજા સ્થાને છે. સંદીપ દીક્ષિત દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર છે.
ચૂંટણી પંચના તમામ 70 બેઠકોના સત્તાવાર આંકડા બહાર આવ્યા
ચૂંટણી પંચે દિલ્હીની તમામ 70 બેઠકો માટે પ્રારંભિક વલણો આપવાનું શરૂ કરી દીધું છે. આ મુજબ, ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. તેમને 40 બેઠકો પર લીડ મળી છે. આમ આદમી પાર્ટી 30 બેઠકો પર આગળ છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર, કોંગ્રેસ આ ચૂંટણીને ત્રિકોણીય બનાવવામાં સફળ રહી નથી.