પાકિસ્તાન અને આતંકવાદના મુદ્દા પર અન્ય દેશોની મુલાકાત લેવામાં વ્યસ્ત કોંગ્રેસના સાંસદ શશી થરૂરના ભવિષ્ય અંગે ઘણી અટકળો ચાલી રહી છે. જોકે, હવે તેમણે આ અંગે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, 'જો કોઈને લાગે છે કે દેશના હિતમાં બોલવું પક્ષ વિરોધી છે, તો તેમણે પોતાને સવાલ કરવો જોઈએ.'

