Home / India : Indian Army gave evidence of attack on Pakistan, showed damage in BEFORE & AFTER

ભારતીય સેનાએ પાકિસ્તાન પર હુમલાના પુરાવા આપ્યા, BEFORE & AFTERમાં બતાવ્યું નુકશાન

ભારતીય સેનાએ પાકિસ્તાન પર હુમલાના પુરાવા આપ્યા, BEFORE & AFTERમાં બતાવ્યું નુકશાન

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ બાદ સરહદ પર પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, ત્યારે રવિવારે (11 મે, 2025)ના રોજ ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ભારતીય સેનાના અધિકારીઓએ પાકિસ્તાન પર કરેલી કાર્યવાહીની તસવીરો જાહેર કરી હતી. જેમાં પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓથી લઈને એર ડિફેન્સ સિસ્ટમ સુધીની ઓપરેશન સિંદૂરની કાર્યવાહીની તસવીરો જારી કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજીવ ધઈએ જણાવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા 9 આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યો અને 100થી વધુ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. જેમાં કંધાર હાઈજેક અને પુલવામા હુમલામાં શામિલ યુસુફ અજહર, અબ્દુલ મલિક અને મુદસ્સિર અહમદ જેવા આતંકવાદીઓ પણ સામેલ છે. ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન એરમાર્શલ ભારતીએ જણાવ્યું હતું કે, 'મુરિદકેમાં આતંકવાદી છાવણી પર હવાથી જમીન પર પ્રહાર કરતી ચાર મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો અને તેનો નાશ કરવામાં આવ્યો. ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય સ્પષ્ટપણે આતંકવાદી ગુનેગારો અને તેમના ઠેકાણાઓનો નાશ કરવાનો હતો.'

Related News

Icon