ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મિશ્ર વિકલાંગ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DCCI) એ જૂન અને જુલાઈ 2025 માં ઈંગ્લેન્ડમાં યોજાનારી સાત મેચની T20 શ્રેણી માટે ભારતીય પુરુષ મિશ્ર વિકલાંગ ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી માટે મુખ્ય ટીમમાં 16 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 4 ખેલાડીઓને રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

