જો તમે યુવા દીકરા દીકરીઓના માતા પિતા હોય તો આ સમાચાર તમારા માટે છે. રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા બે જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરવામાં આવી છે. બંને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરના ફોલોવર્સ હજારો તેમજ લાખોમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમની તપાસમાં બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અન્ય વ્યક્તિઓને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવી પોતે ઘર બેઠા લાખો રૂપિયાની આવક મેળવતા હોવાનું સામે આવ્યું છે.

