
Pahalgam terror Attack : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય નૌકાદળે તેના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને(INS Vikrant) અરબ સાગરમાં કરવર કિનારા નજીક તૈનાત કર્યું છે. આ યુદ્ધજહાજના સ્ટ્રાઈક ગ્રૂપમાં એક એરક્રાફ્ટ કેરિયર, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ, સબમરીન વિરોધી યુદ્ધજહાજ (Aircraft carrier, destroyer, frigate, anti-submarine warfare ship) અને અન્ય સહાયક જહાજોનો સમાવેશ થાય છે.
આ ગ્રૂપ એક શક્તિશાળી એકમ તરીકે કામ કરે છે, જે વિવિધ દરિયાઈ અભિયાનોમાં ભાગ લઈ શકે છે. આ ગ્રૂપ એક મજબૂત સુરક્ષા કવચ બનાવે છે, જે હવાઈ, સપાટી અને સબમરીન હુમલાઓથી રક્ષણ આપે છે. આ સ્ટ્રાઈક ગ્રૂપ કોઈપણ સમયે પાકિસ્તાની નૌકાદળને હરાવી શકે છે અને કરાચી, ગ્વાદર બંદરો સહિત આખા પાકિસ્તાનને નષ્ટ કરી શકે છે.
સ્ટ્રાઈક ગ્રૂપમાં કેટલાં યુદ્ધજહાજો છે?
INS વિક્રાંત
INS વિક્રાંતનું ડિસપ્લેસમેન્ટ 45,000 ટન છે. તે 262 મીટર લાંબું અને 59 મીટર પહોળું છે. તે 40 ફાઈટર જેટ્સ લઈ જઈ શકે છે. તેમાં જનરલ ઈલેક્ટ્રિકના શક્તિશાળી ટર્બાઈન લગાવેલા છે, જે 1.10 લાખ હોર્સપાવરની શક્તિ આપે છે. તેમાં MiG-29K ફાઈટર વિમાનો અને 10 Kamov Ka-31 હેલિકોપ્ટરના બે સ્ક્વોડ્રન છે. આ એરક્રાફ્ટ કેરિયરની સ્ટ્રાઈક ફોર્સની રેન્જ 1500 કિમી છે. તેમાં 64 બરાક મિસાઈલો છે, જે હવામાં નિશાન સાધવામાં સક્ષમ છે. બ્રહ્મોસ મિસાઈલો પણ લગાવેલી છે, જેનાથી પાકિસ્તાન ડરે છે.

INS Kolkata
કોલકાતા શ્રેણીનું પ્રથમ ડિસ્ટ્રોયર, 2014થી નૌકાદળમાં તૈનાત. તેનું ધ્યેય છે “હંમેશા યુદ્ધ માટે તૈયાર”. 7500 ટન ડિસપ્લેસમેન્ટ ધરાવતું આ યુદ્ધજહાજ 535 ફૂટ લાંબું છે અને બીમ 57 ફૂટ છે. તે 56 કિમી/કલાકની ઝડપે ચાલી શકે છે. તેમાં છ પ્રકારના આધુનિક સેન્સર્સ, ત્રણ પ્રકારના ઈલેક્ટ્રોનિક વોરફેર અને ડિકોય સિસ્ટમ છે. તે 32 બરાક-8 અને 16 બ્રહ્મોસ મિસાઈલોથી સજ્જ છે. તેમાં 1 ઓટો મેલારા 76 mm નેવલ ગન, 4 AK-630 CIWS, 4 ટોર્પિડો ટ્યુબ્સ, 2 RBU-6000 એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર્સ છે. તેમાં બે સી કિંગ અથવા ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત થઈ શકે છે.

INS Visakhapatnam
વિશાખાપટ્ટનમ શ્રેણીનું પ્રથમ સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર, 2021થી નૌકાદળમાં તૈનાત. 7400 ટન વિસ્થાપન, 535 ફૂટ લંબાઈ, 57 ફૂટ બીમ અને 56 કિમી/કલાકની ઝડપ ધરાવે છે. તેની રેન્જ 7400 કિમી છે અને તે 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. તેમાં 50 અધિકારીઓ અને 250 નૌસૈનિકો સવાર થઈ શકે છે. તેમાં 6 કવચ ડિકોય લોન્ચર્સ, 32 બરાક-8 મિસાઈલો, 16 બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઈલો, 4 ટોર્પિડો ટ્યુબ્સ, 2 એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર્સ અને 7 પ્રકારની બંદૂકો છે. ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર તૈનાત છે.

INS Mormugao
વિશાખાપટ્ટનમ શ્રેણીનું સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર, 24 નવેમ્બર 2022થી નૌકાદળમાં તૈનાત છે. 7400 ટન વિસ્થાપન, 535 ફૂટ લંબાઈ અને 56 કિમી/કલાકની ઝડપ ધરાવે છે. તેમાં 300 નૌસૈનિકો રહી શકે છે. તેમાં 6 કવચ ડિકોય લોન્ચર્સ, 32 બરાક-8 મિસાઈલો, 16 બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઈલો, 4 ટોર્પિડો ટ્યુબ્સ, 2 એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર્સ અને 7 પ્રકારની બંદૂકો છે. ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર તૈનાત છે.

INS chennai
કોલકાતા શ્રેણીનું સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર, 2016થી નૌકાદળની શક્તિ. તેનો ધ્યેય છે “શત્રુ સંહારક”. 7500 ટન વિસ્થાપન, 535 ફૂટ લંબાઈ, 57 ફૂટ બીમ અને 56 કિમી/કલાકની ઝડપ ધરાવે છે. તેમાં છ પ્રકારના આધુનિક સેન્સર્સ, ત્રણ પ્રકારના ઈલેક્ટ્રોનિક વોરફેર અને ડિકોય સિસ્ટમ છે. તે 32 બરાક-8 અને 16 બ્રહ્મોસ મિસાઈલોથી સજ્જ છે. તેમાં 1 ઓટો મેલારા 76 mm નેવલ ગન, 4 AK-630 CIWS, 4 ટોર્પિડો ટ્યુબ્સ, 2 RBU-6000 એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર્સ છે. બે સી કિંગ અથવા ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત થઈ શકે છે

.
INS Talwar
તલવાર શ્રેણીના યુદ્ધજહાજો સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ છે. તેમનું વિસ્થાપન 3850 ટન છે. લંબાઈ 409.5 ફૂટ, બીમ 49.10 ફૂટ અને ડ્રાફ્ટ 13.9 ફૂટ છે. તે 59 કિમી/કલાકની ઝડપે ચાલે છે. 26 કિમી/કલાકની ઝડપે તે 4850 કિમીની રેન્જ કવર કરે છે. INS તલવાર 18 અધિકારીઓ અને 180 સૈનિકો સાથે 30 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. તેમાં ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, 4 KT-216 ડિકોય લોન્ચર્સ, 24 Shtil-1 મિડિયમ રેન્જ મિસાઈલો, 8 Igla-1E, 8 વર્ટિકલ લોન્ચ એન્ટી-શિપ મિસાઈલ ક્લબ, 8 વર્ટિકલ લોન્ચ બ્રહ્મોસ મિસાઈલો, 100 mm A-190E નેવલ ગન, 76 mm ઓટો મેલારા નેવલ ગન, 2 AK-630 CIWS, 2 કશ્તાન CIWS, 2 533 mm ટોર્પિડો ટ્યુબ્સ અને એક રોકેટ લોન્ચર છે. તેમાં Kamov-28, Kamov-31 અથવા ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત થઈ શકે છે.