ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર એક ઈમોશલ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે જણાવ્યું કે તાજેતરના સમયમાં તે ક્યાં હતી અને કયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. તેણે કહ્યું કે તે લાંબા સમયથી સોશિયલ મીડિયા પર સક્રિય નહોતી કારણ કે તેની સાથે કેટલીક બાબતો બરાબર ચાલી રહી ન હતી. તેને વારંવાર રિજેક્શનનો સામનો કરવો પડી રહ્યો હતો.

