શું તમે પણ રોકડ ઉપાડવા કે બેલેન્સ ચેક કરવા માટે વારંવાર ATMનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. 1 મે, 2025થી ATMના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આગામી મહિનાથી રોકડ ઉપાડવા અને બેલેન્સ ચેક કરવા માટે તમારે વધારાની ફી ચૂકવવી પડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ હવે અન્ય બેંકના ATMથી ટ્રાન્ઝેક્શન કરવું વધુ મોંઘું થશે.
ફી કેટલી વધશે?
RBI એ ATM માંથી રોકડ ઉપાડ અને બેલેન્સ ચેક જેવા વ્યવહારો માટે ઇન્ટરચેન્જ ફીમાં વધારો કર્યો છે, જે 1 મે, 2025 થી અમલમાં આવશે.
RBI એ ATM માંથી રોકડ ઉપાડ અને બેલેન્સ ચેક જેવા વ્યવહારો માટે ઇન્ટરચેન્જ ફીમાં વધારો કર્યો છે, જે 1 મે, 2025 થી અમલમાં આવશે.
1. ATMમાંથી રોકડ ઉપાડવા પરના ચાર્જમાં વધારો
હાલમાં, મફત મર્યાદા સમાપ્ત થયા પછી, ATM માંથી રોકડ ઉપાડવા માટે પ્રતિ ઉપાડ 17 રૂપિયા ફી વસૂલવામાં આવે છે. 1 મેથી, આ ફી પ્રતિ ઉપાડ 19 રૂપિયા રહેશે. RBI એ બેંકોને મફત મર્યાદા પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ 23 રૂપિયા વસૂલવાની મંજૂરી આપી છે.

