Home / Gujarat / Ahmedabad : gujarat High Court extends Asaram's interim bail

દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે જામીન મુદ્દે આપ્યો આ ચુકાદો 

દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે જામીન મુદ્દે આપ્યો આ ચુકાદો 

ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે (27 જૂન)ના રોજ દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત આપી છે. કોર્ટે તેની કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી લંબાવી દીધા છે. આ કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જસ્ટિસ ઇલેશ વોરા અને સંદીપ ભટ્ટની ખંડપીઠે અરજીની સુનાવણી દરમિયાન આસારામના હંગામી જામીનને ત્રણ મહિના લંબાવી દીધા હતા, જે અગાઉ 28 માર્ચે આપવામાં આવ્યા હતા. તે જામીન 30 જૂને પુરા થઇ રહ્યા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વકીલે શું કહ્યું? 

86 વર્ષીય આસારામ સ્વાસ્થ્ય સંબંધિ સમસ્યાને લઇને જામીન પર છે. જામીન એટલા માટે વધારવામાં આવ્યા છે જેથી તેમનો વકીલ અરજીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકે. આ મામલા પર આગામી સુનાવણી 2 જુલાઈએ થશે.

આસારામના વકીલે દસ્તાવેજો જમા કરવા માટે વધુ થોડા દિવસનો સમય માગતા દાવો કર્યો કે કોર્ટે 28 માર્ચે હંગામી જામીન આપ્યા બાદ જોધપુર હાઈકોર્ટમાંથી આદેશ મળવાની પ્રક્રિયાને કારણે 10 દિવસ બરબાદ થઈ ગયા હતા અને આસારામને 9 એપ્રિલે છોડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, ‘તેથી હું બે દિવસનો સમય આપવા વિનંતી કરું છું જેથી જો સોમવારે આ મામલે સુનાવણી થાય, તો હું દસ્તાવેજો રેકોર્ડ પર રાખી શકું અને તેને વેરિફાઇ કરી શકું.’

કોર્ટે શું કહ્યું?

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે 'વર્તમાન મામલાના વિશિષ્ટ તથ્યો, ખાસ કરીને નાલસા (નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટી) થી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, અમે અસ્થાયી જામીનને 7 જુલાઈ સુધી લંબાવી રહ્યા છીએ.’

હાઈકોર્ટે 28 માર્ચે આસારામને ત્રણ મહિના માટે હંગામી જામીન આપ્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલા વચગાળાના જામીન 31 માર્ચે પુરા થઇ રહ્યા હતા. ઉચ્ચ ન્યાયાલયની એક ખંડપીઠે વિભાજિત ફેંસલો સંભળાવ્યો હતો. ત્યારબાદ આ મામલાને ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો, જેમણે આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન આપવાના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે. 

ગાંધીનગરમાં એક કોર્ટે જાન્યુઆરી 2023માં આસારામને બળાત્કાર કેસમાં ઉંમરકેદની સજા સંભળાવી હતી. આસારામ 2013માં રાજસ્થાનમાં પોતાના આશ્રમમાં એક સગીર છોકરીના યૌન શોષણના એક અન્ય મામલામાં પણ ઉંમરકેદની સજા કાપી રહ્યો છે. હાલના મામલામાં તેને સુરતની રહેવાસી એક મહિલા અનુયાયી સાથે 2001થી 2006ની વચ્ચે ઘણી વાર બળાત્કાર કરવાના દોષિત ઠેરવવામાં આવ્યો હતા.

Related News

Icon