
ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને એક મિનિટનું મૌન પણ પાળ્યું હતું. ગુરુવારે, અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-171 ટેકઓફ પછી તરત જ ક્રેશ થઈ ગઈ. એર ઈન્ડિયાનું વિમાને ગુરુવારે બપોરે 01:38 વાગ્યે ઉડાન ભરી હતી. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આ બોઈંગ 787-8 મોડેલના વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં ભારત સિવાય બ્રિટન, પોર્ટુગલ અને કેનેડાના નાગરિકો પણ હતા.
ક્રિકેટ સમુદાયે પણ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા શુક્રવારથી ઈન્ડિયા A સામે ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી રહી છે. મેચ શરૂ થાય તે પહેલાં, ખેલાડીઓ અને ટીમના સભ્યોએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
BCCIએ પોસ્ટ કરી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ X પર પોસ્ટ કર્યું, "બેકનહામમાં ઈન્ટ્રા-સ્ક્વોડ મેચમાં સામેલ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોએ કાળી પટ્ટી પહેરી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને પીડિત પરિવારો સાથે એકતાના પ્રતીક તરીકે આજે એક મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
https://twitter.com/BCCI/status/1933458010342412548
ભારત સિરીઝ માટે તૈયારીઓને મજબૂત બનાવશે
ભારતીય ટીમ 20 જૂનથી શરૂ થતી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ઈન્ડિયા A સામે ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી રહી છે. આ સમય દરમિયાન, ટીમનો પ્રયાસ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાનો રહેશે, જ્યારે ટીમ મેનેજમેન્ટ યોગ્ય કોમ્બિનેશન પર નજર રાખશે. હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમે આ મેચ ખાલી સ્ટેડિયમમાં રમવાનું પસંદ કર્યું છે જેથી વિરોધી ટીમને તેમની સ્ટ્રેટેજીનો ખ્યાલ ન આવે. આ મેચમાં, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે અને ભારતીય ટેસ્ટ ટીમના પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે આ બંને વચ્ચે રસપ્રદ સ્પર્ધાની અપેક્ષા છે.