Home / Sports : Cricketers reaction on Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crashથી શોકમાં ડૂબ્યું રમત જગત, ક્રિકેટર્સે અકસ્માત પર વ્યક્ત કર્યું દુઃખ

Ahmedabad Plane Crashથી શોકમાં ડૂબ્યું રમત જગત, ક્રિકેટર્સે અકસ્માત પર વ્યક્ત કર્યું દુઃખ

12 જૂનના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ પર એક મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જ્યારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કુલ 242 લોકો સાથે લંડન માટે ઉડાન ભરી હતી. રનવે પરથી ઉડાન ભર્યાની થોડી જ મીનીટો પછી મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની આ ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનાના સમાચાર મળતાં દેશભરના લોકો આઘાતમાં હતા, ત્યારે રમત જગતના ખેલાડીઓએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હૃદય ધ્રુજી ગયું

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યા છે, જેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને દિલ તૂટી ગયું છે. હું અસરગ્રસ્ત લોકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું કે તેમને આ સહન કરવાની શક્તિ મળે." જ્યારે યુવરાજ સિંહે આ પીડાદાયક અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, "અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે હૃદયદ્રાવક સમાચાર. અસરગ્રસ્ત મુસાફરો, ક્રૂ અને પરિવારો માટે સંવેદના અને પ્રાર્થના. આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ મળે."

મિતાલી રાજે પણ દુઃખ વ્યક્ત કર્યું

ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજે પણ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, તેણે લખ્યું, "અમદાવાદથી દુઃખદ સમાચાર. હું એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો માટે પ્રાર્થના કરું છું." ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાએ આ દુર્ઘટના વિશે લખ્યું, "અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાના સમાચારથી હું આઘાત પામ્યો છું. તમામ જીવ ગુમાવનારાઓ માટે મારી હૃદયપૂર્વકની પ્રાર્થના અને અસરગ્રસ્ત પરિવારોને શક્તિ મળે. આ દુઃખદ ઘડીમાં, આપણે બધા શોકમાં એક છીએ."

આ સિવાય મોહમ્મદ સિરાજ, હરભજન સિંહ, ચેતેશ્વર પૂજારા, ઈશાન કિશન, દિનેશ કાર્તિક, યુસુફ પઠાણ, મોહમ્મદ શમી, મયંક અગ્રવાલ, ઈશાંત શર્મા, અજિંક્યા રહાણે, શિખર ધાવન, ઈરફાન પઠાણ, પૂર્વ ઈંગ્લીશ ક્રિકેટર એલન વિલ્કિન્સ અને શ્રીલંકાના ખેલાડી દિમુથ કરુણારત્ને એ પણ શોક વ્યક્ત કર્યો છે.

Related News

Icon