
IPLની 18મી સિઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પ્લેઓફમાં રમનારી ચાર ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) પ્લેઓફમાં જગ્યા બનાવનારી ચોથી ટીમ બની છે, આ પહેલા ગુજરાત ટાઈટન્સ (GT), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) આ ત્રણ ટીમો પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. 4 ટીમોમાંથી 2 ટીમો (RCB, PBKS) એવી છે જે પોતાના પહેલા ટાઈટલની શોધમાં છે. હવે ટાઈટલ કોણ જીતશે એ તો ફાઈનલ મેચ પછી જ ખબર પડશે, પરંતુ તે પહેલા ચાલો તમને જણાવી દઈએ કે IPL ટાઈટલ જીતનાર ટીમને કેટલા પૈસા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સ (MI) એઅત્યાર સુધીમાં 5 IPL ટાઈટલ જીત્યા છે, જ્યારે ગુજરાત ટાઈટન્સ (GT) એ પણ એક વખત IPL ટ્રોફી જીતી છે. પરંતુ RCB અને PBKS પહેલી સિઝનથી રમી રહ્યા છતાં ટાઈટલથી દૂર છે. આ વખતે બંને ટીમો મજબૂત દેખાઈ રહી છે. IPL પ્લેઓફ મેચોની વાત કરીએ તો, તે 29 મેથી શરૂ થશે, ફાઈનલ મેચ 3 જૂને રમાશે.
IPL 2025ની પ્રાઈઝ મની
- ટાઈટલ જીતનાર ટીમ - 20 કરોડ રૂપિયા
- રનર-અપ ટીમ - 12.5 કરોડ રૂપિયા
- ત્રીજા સ્થાનની ટીમ - 7 કરોડ રૂપિયા
- ચોથી નંબરની ટીમ - 6.5 કરોડ રૂપિયા
IPL 2025 પ્લેઓફનું શેડ્યૂલ
અગાઉ IPL પ્લેઓફ મેચ કોલકાતા અને હૈદરાબાદમાં યોજાવાની હતી. પરંતુ IPL મુલતવી રાખ્યા બાદ, 25મી તારીખે યોજાનારી ફાઈનલ મેચ 3 જૂને રી-શેડ્યૂલ કરવામાં આવી હતી, આ સાથે તેનું સ્થળ પણ બદલવામાં આવ્યું હતું. હવે ફાઈનલ અને ક્વોલિફાયર 2 કોલકાતાને બદલે અમદાવાદમાં યોજાશે, જ્યારે ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ મોહાલીમાં રમાશે.
- ક્વોલિફાયર 1, 29 મે: પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 2 ટીમો વચ્ચે, (ન્યુ પીસીએ સ્ટેડિયમ, મોહાલી)
- એલિમિનેટર, 30 મે: પોઈન્ટ્સ ટેબલની ત્રીજી અને ચોથી ટીમો વચ્ચે (ન્યુ પીસીએ સ્ટેડિયમ, મોહાલી)
- ક્વોલિફાયર 2, જૂન 1: ક્વોલિફાયર 1 હારનાર અને એલિમિનેટર જીતનાર ટીમો વચ્ચે (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ)
- ફાઈનલ, 3 જૂન: ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર 2 જીતનાર ટીમો વચ્ચે (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ)