BCCI's trouble: દિલ્હી પ્રેસ ન્યૂઝપેપર પબ્લિકેશન દ્વારા IPL 2025 માં રોબોટ ડોગનું નામ 'ચંપક' રાખવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. 1968 થી ચંપક કોમિક બુક પ્રકાશિત થઇ રહ્યું છે. દિલ્હી પ્રેસનું કહેવું છે કે તેનું નામ બાળકોના કોમિક બુક 'ચંપક' પરથી રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, પ્રેસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે બીસીસીઆઈએ રોબોટ ડોગને 'ચંપક' કહીને રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું છે.

