
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની પ્લેઓફ મેચમાં જો ક્વોલિફાયર 1, ક્વોલિફાયર 2 અને એલિમિનેટર ખરાબ હવામાન અથવા અન્ય કોઈ કારણોસર રદ થાય તો શું થશે? આ સવાલ ચાહકોના મનમાં ચોક્કસ ઉઠી રહ્યા હશે. અંતે કેવી રીતે કોઈ ટીમને IPL ફાઈનલની ટિકીટ મળશે?
રિઝર્વ-ડે અંગે જાહેરાત નહી
આવી સ્થિતિમાં IPL પ્લેઓફ મેચો માટે શું નિયમો છે? જો મેચ વરસાદ પડે કે પછી બીજા કોઈ કારણોસર રદ થાય તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે અને કોણ વિજેતા બનશે. આ સવાલ છે. તમને જણાવી દઈએ કે IPL પ્લેઓફ મેચો માટે રિઝર્વ-ડે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, જોકે ફાઈનલ માટે રિઝર્વ-ડે ઉપલબ્ધ છે.એકંદરે જો IPL 2025 ફાઈનલ, એલિમિનેટર, ક્વોલિફાયર 1 અથવા ક્વોલિફાયર 2 મેચો રદ થાય અથવા કોઈ પરિણામ ન આવે તો શું થશે? જ્યારે અમે આ સંદર્ભમાં IPL 2025 પ્લેઈંગ કન્ડીશન (IPL 2025 Playing Conditions) પર નજર નાખી ત્યારે અહીં ખૂબ જ રસપ્રદ માહિતી સામે આવી.
શું છે નિયમ
જ્યાં નિયમ 16. હેઠળ 'અન્ય તમામ મેચો ટાઈ અથવા પરિણામ ન આવે' તો શું થશે, આ અંગે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે.22 મે 2025થી IPLની નવી પ્લેઈંગ કન્ડીશન અમલમાં આવી. તેમાં કુલ 115 પાના છે. તેના 29 નંબરના પાના પર આ અંગે માહિતી આપવામાં આવી છે. મતલબ કે, જો મેચ ટાઈ રહે અથવા તેનું પરિણામ ન આવે તો શું થશે?
સુપર ઓવર રમાશે
- 16.11.1: સંબંધિત ટીમો એક સુપર ઓવર રમશે અને જો જરૂરી હોય તો આગળ વધુ સુપર ઓવર રમાશે, જેથી એ નક્કી કરી શકાય કે માટે વિજેતા ટીમ કોણ હશે.
- 16.11.2: જો સમયસર સુપર ઓવર અથવા અન્ય સુપર ઓવર સંભવ ન બને તો આવી સ્થિતિમાં એ ટીમને વિજેતા માનવામાં આવશે જે સંબંધિત નિયમિત સીઝનના અંતે પોઈન્ટ ટેબલમાં ટોપના સ્થાને છે. આવી સ્થિતિમાં તે જ ટીમને સંબંધિત પ્લે-ઓફ મેચની વિજેતા ગણવામાં આવશે.