
ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઇરાન અને ઇઝરાયેલ બન્નેએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ટ્રમ્પે ઇઝરાયેલની ટીકા કરી છે અને કહ્યું કે યુદ્ધવિરામ બાદ આટલો મોટો હુમલો કરવો જોઇતો નહતો.
https://twitter.com/ANI/status/1937472166913528065
ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને ઈઝરાયલને સલાહ આપી છે કે, ઈઝરાયલ તમે બોમ્બ વરસાવશો નહીં. જો તમે આટલો મોટો હુમલો કરશો તો તે સીઝફાયરનું ગંભીર ઉલ્લંઘન ગણાશે. તમે તમારા પાયલટ હાલ જ પાછા વાળો.
ઇરાને સીઝફાયર તોડ્યુ, અમે હુમલા કરીશું- ઇઝરાયેલ
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના કેટલાક કલાક બાદ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સીઝફાયર સમજૂતિ તૂટી ગઇ છે. ઇઝરાયેલે ઇરાન પર સમજૂતિ તોડવાનો આરોપ લગાવ્યો છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કેટ્ઝે દેશભરમાં વિસ્ફોટના સમાચાર વચ્ચે કહ્યું કે ઇઝરાયેલી સેનાને ઇરાન પર નવા હુમલા કરવાના આદેશ આપ્યા છે. ઇરાન તરફથી ઇઝરાયેલ પર મિસાઇલ છોડવામાં આવ્યા બાદ સંરક્ષણ મંત્રી ભડકી ગયા છે અને ઇરાન પર સીઝ ફાયરનો આરોપ લગાવતા કહ્યું કે અમે ઇરાનને પાઠ ભણાવીશું.
https://twitter.com/AHindinews/status/1937421224659026184
સીઝફાયર લાગુ થયા બાદ કોઇ મિસાઇલ છોડી નથી- ઇરાન
ઇઝરાયેલ તરફથી ઇરાન પર નવા હુમલા બાદ ઇરાનનો જવાબ આપ્યો છે. ઇરાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાનો ઇનકાર કર્યો છે. ઇરાનની સરકારી મીડિયાએ કહ્યું કે સીઝફાયર લાગુ થયા બાદ ઇઝરાયેલ તરફ કોઇ મિસાઇલ છોડવામાં આવી નથી.
સીઝ ફાયર ઉલ્લંઘનનો જવાબ આપવામાં આવશે- નેતન્યાહૂ
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ કહ્યું કે ઇઝરાયેલે ઇરાન સાથે ટ્રમ્પના યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી છે. PMO દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું, "ઇઝરાયેલ યુદ્ધ વિરામના કોઇ પણ ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપશે."
ઇરાને કતારમાં કર્યો હતો અમેરિકન એરબેઝ પર મિસાઇલ મારો
અમરિકાએ ઇરાનના પરમાણુ મથકો પર બોમ્બમારો કર્યો હતો જેનો વળતો જવાબ આપવા માટે ઇરાને પણ કતારમાં અમેરિકાના મિડલ ઇસ્ટના સૌથી મોટા એરબેઝ પર 10 મિસાઇલો છોડી હતી. ઇઝરાયેલ-ઇરાન વચ્ચેના આ યુદ્ધમાં અમેરિકા પણ જોડાયું હતું. સ્થિતિ વધુ વિકરાળ બનતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી હતી.