ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ISROના સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ બોર્ડ (ISRO-ICRB) એ વૈજ્ઞાનિક/એન્જિનિયરની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 16 જૂન 2025 છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ISROની સત્તાવાર વેબસાઈટ isro.gov.in દ્વારા આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી ઝુંબેશ હેઠળ, ISROમાં વૈજ્ઞાનિકોની કુલ 320 જગ્યાઓ ભરવામાં આવશે.

