
Visavadar Result: વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ભવ્ય જીત બાદ ‘આપ’ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, વિસાવદરની જનતાનો આભાર માનું છું. એક એક સૈનિકને અભિનંદન પાઠવું છું. ભાજપના સામ દામ દંડ સામે લડ્યા. આ જીતે સાબિત કરી આપ્યું છે કે પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે છે. માલધારી, શ્રમિક, ખેડૂતોની જીત છે.
ભાજપ સામે કોઈ મજબૂત વિકલ્પ ના હતા, કોંગ્રેસના ધારાસભ્યો લઈ લીધા. ભાજપે અમારા ઉમેદવાર પર હાથ નાખ્યો હતો. અમે આમ આદમી છીએ, હવે ભાજપ સામે નવો વિકલ્પ આપ છે. કોંગ્રેસના નીચેના કાર્યકર્તા ખૂબ સારા છે પણ ઉપરના નેતા શું કરે છે તે ખબર નથી. ભાજપના નેતા મજાક ઉડાવતા હતા કે શું ખેડૂત ખેડૂત કરો છો, આજે આમ આદમી પાર્ટીએ સાબિત કર્યું છે કે પ્રજા શું કરી શકે.
ગોપાલ ઇટાલિયા વિધાનસભા ગુંજવશે. આગામી દિવસોમાં કેજરીવાલ ગુજરાત આવશે. પાર્ટી જોડો અભિયાન ચલાવવામાં આવશે. આ ચુંટણી ગુજારતાના લોકોની આશાની જીત છે. ભાજપને કહું છું હજી અઢી વર્ષ છે, ખેડૂતોના દેવા માફ કરો. ગુજરાતની જનતાને રજૂઆત કરું છું કે ‘આપ’ને મદદ કરો. વિસાવદરમાં ભાજપે ષડયંત્રો કર્યો પણ પ્રજાએ સ્વીકાર્યું નહીં.