આજે અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા યોજાશે, જે 27 જૂન, 2025ના રોજ યોજાનારી 148મી રથયાત્રાનું પ્રથમ પગલું છે. ચંદન યાત્રામાં રથોનું પૂજન થશે અને રથોની સમારકામની પ્રક્રિયા શરૂ થશે.
ચંદનનો ઉપયોગ થતો હોવાથી આ યાત્રા ચંદન યાત્રા કહેવાય
ચંદનનો ઉપયોગ થતો હોવાથી આ યાત્રા ચંદન યાત્રા કહેવાય છે. આ વર્ષે બે નવી બાબતો જોવા મળશે: (1) આતંકવાદ દૂર થાય અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરવામાં આવશે, (2) ગરમીની ઋત. નો પારો વધતાં ઠંડક મળે તે માટે ભગવાનને લીલા નાળિયેર અને નારિયેળ પાણી અર્પણ કરાયા હતા.
ક્યારે સર્જાય છે અક્ષય તૃતીયાનો યોગ
વૈશાખ સુદ ત્રીજ યુગાદિ તિથિ છે. એક ગણતરી મુજબ મેષ સંક્રાંતિ દરમિયાન આવતી હોય છે, એટલે સૂર્ય મેષ રાશિમાં હોય, જે તેની ઉચ્ચ રાશિ છે અને સુદ ત્રીજ તિથિ હોવાથી ચંદ્ર વૃષભમાં તેની ઉચ્ચ રાશિમાં હોય છે. આ યોગ વિશિષ્ટ હોય છે, જેમાં સૂર્ય અને ચંદ્ર પોતપોતાની ઉચ્ચ રાશિમાં હોય છે.