આગામી 27 જૂને અષાઢી સુદ બીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે. જોકે રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે જળયાત્રા આજે યોજવામાં આવી છે. આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે. જેના કારણે આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની ગઈ છે. ટ
ગજવેશ બાદ ભગવાનની આરતી કરવામાં આવી
સાબરમતી નદીના ભુદરના આરે પૂજન કરાયું અને મંત્રોચ્ચાર સાથે ભુદરના આરે પૂજન કરવામાં આવ્યું, જે બાદ સાબરમતી નદીના જળનો ભગવાન જગન્નાથ પર અભિષેક કરાયો અને 108 કળશની પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ ભગવાને ગજવેશ ધારણ કરીને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા હતા. ગજવેશ બાદ ભગવાનની આરતી કરવામાં આવી જેમા મોટી સંખ્યામા ભક્તોએ ભાગ લીધો હતો..