અમદાવાદમાં શુક્રવારે (27 જૂન) જગન્નાથ ભગવાન નગરયાત્રાએ નીકળશે. જોકે, આ પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે. આજે ત્રણેય ભાઈ-બહેનના આંખે પાટા બાંધવામાં આવશે જે અષાઠી બીજે યાત્રાના આગમન પહેલાં મંગળા આરતીના સમયે ખોલવામાં આવશે. પરંપરા અનુસાર, મોસાળમાંથી ઘરે આવેલા ત્રણેય ભાઈ બહેનને આંખ આવતા તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આ વિધિમાં સમિતિના ટ્રસ્ટી ઉપરાંત સંતો-મહંતો હાજરી આપી છે.
15 દિવસ બાદ પ્રભુ જગન્નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે નિજ મંદિરમાં
15 દિવસ બાદ પ્રભુ જગન્નાથ તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે નિજ મંદિર પરત ફર્યા છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે હરખની હેલી છે. આમ તો મંદિરમાં બારેમાસ ભંડારો ચાલે છે.
ભંડારો
પુરી- હજાર કિલો લોટની
બટાકાનું શાક- હજાર કિલો બટાકા
ચણા- 400 કિલો
દૂધપાક. 3000 લિટર
માલપુવા- 1500 કિલો લોટના.
ભાત-1000 કિલો ચોખાના
કઢી-10000 લિટર
પાપડ- 300 કિલો
500 કિલો લોટના ભજીયા
આજે નેત્રોત્સવ વિધિના અવસરે અહીં “મહા ભંડારા”નું આયોજન કરવામાં આવ્યુ છે. આ ભંડારામાં સાધુ-સંતો સહિત ભક્તો મંદિરનો અત્યંત પ્રસિદ્ધ એવો “ધોળી દાળ અને કાળી રોટી”નો પ્રસાદ ગ્રહણ કરે છે. જેના માટે મોટાપાયે તૈયારી હાથ ધરાતી હોય છે.