પુરીની જગન્નાથ યાત્રા પછી કોઈ પ્રખ્યાત જગન્નાથ યાત્રા હોય તો તે અમદાવાદની રથયાત્રા છે, ત્યારે આજે સવારે 8 વાગે બેન્ડવાજા, હાથી, ધજા પતાકા, ભજન મંડળી સાથે જમાલપુરના જગન્નાથ મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. મંદિરની પાછળના ભાગેથી સાબરમતી નદીના ભુદર ખાતે જળયાત્રા પહોંચી, સાબરમતી નદીના કિનારે પૂજા વિધી કરવામાં આવી હતી. આ યાત્રામાં રાજકીય નેતાઓ અને શહેરના મેયર પણ જોડાયા હતા. સાધુ-સંતો, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને યજમાને સાબરમતી રીવર ક્રૂઝમાં પૂજા અર્ચના કરી હતી. પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું.