
ભરુચના જંબુસર મહાપુરા જવાના મુખ્ય જોડતા રોડ રેલવે પાસેથી પસાર થાય છે. હાલ જ વરસાદ પહેલા આ રેલવેના કોન્ટ્રાકટર દ્વારા માટી કામ કરવામાં આવ્યું છે. આ માટી કામ છેક રોડ સુધી માટી પુરાણ કરી દીધી છે. આ રેલવે કોન્ટ્રાકટર દ્વારા સાઈડ પર પાણીનો કોઈ નિકાલ રાખેલ નથી. જેથી માટી ધોવાઈને રોડ પર આવે છે. ખૂબ મોટા પાયે કીચડ થાય છે.
બાળકોથી લઈને વાહનચાલકો પરેશાન
રેલવેનું નાળું બનાવી દેવાથી મહાપુરા જવા ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે. ડ્રાઇવર્ઝન ઉપરથી ગામના લોકો વાહનો લઈને જાય છે. તો એમની ગાડી બાઈક ફોરવીલ અનેક વાહનો ફસાઈ જાય છે. સ્કૂલે આવતા જતા નાના બાળકો પણ સાયકલ લઈને ઘણીવાર પડી ગયા છે. આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકોનું પેટનું પાણી હલતું નથી.
108 પણ ન આવી શકે તેવી સ્થિતિ
ઘણીવાર તો કોન્ટ્રાક્ટર દ્વારા ઢગલા કરી દે છે. તો મહાપુરા ગામે જવાના રસ્તા બન્ને બાજુથી બંધ કરી દે છે. મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય અને 108ને કોલ કરે તો આ 108 ગામમાં આવી ના શકે એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે. જો કોઈ બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તેની જવાબદારી કોની તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે તેમ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.