
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "ખાનપુર"ગામનો એક મહિના પહેલા બનેલા રોડ બેસી ગયો છે. તાલુકાના ખાનપુર ગામનો રોડ નાવો બનાવવો એ ગામનો ઘણા સમયથી પ્રાણ પ્રશ્ન હતો.
થીંગડા મરાયા
માથના દુખાવા સમાન બનેલ રોડની વારંવાર રજૂઆત કર્યા બાદ એક મહિના પહેલાજ એટલેકે તા. 23,મેં 2025ની આજુબાજુ રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યાં 22જૂન, 2025ના દિને બેસી ગયેલા રોડ પર કોન્ટ્રાક્ટર અને મજૂરો ડામર બેરલ વરસાદી માહોલમાં ગરમ કરી થાગડ -થીંગડ કરતા નજરે પડ્યા હતાં.
ચોમાસામાં સમસ્યા વકરવાના એંધાણ
એક મહિનામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ બેસી ગયો તો આતો હજુ ચોમાસાનુ ટ્રેલર છે, હજી ભરચોમાસે કેટલી જગ્યાએ રોડ બેસી જશે એ ખાનપુર ગામની જનતા માટે પ્રશ્નજ બની જશે? કંઈક અંશે એક મહિના પહેલાજ બેસી જતા રોડમાં ગોબાચારી અને ભષ્ટાચાર બહાર આવ્યા છે રોડ બનાવનાર સરકારી અધિકારી એન્જીન્યર અને કોન્ટ્રાકટરની ખાયકી અને બેદકારી બહાર આવ્યાનું ભાસી રહ્યું છે.