
Bharuch News: ભરુચમાંથી અવારનવાર કેમિકલ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં ભરુચના દહેજમાંથી વિપુલ માત્રામાં ચોરીનો મામલો સામે આવ્યો છે. જેમાં દહેજ પોલીસે કેમિકલના 7 ટેન્કર, બોલેરો કાર સહિત રૂ. સાડા ત્રણ કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચારની અટકાયત છે.
ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બાતમી મળી હતી કે, દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડ ઉપર સાતેક જેટલા ટેન્કરો તથા એક બોલેરો પીક-અપ ગાડી છે, જ્યાં કેટલાક ઇસમો કાંઈક ગેર કાયદેસર પ્રવૃતી કરતા હોય તેમ વર્તાય છે. મળેલ બાતમીના આધારે પોલીસ કાફલો ત્યાં ધસી આવ્યો જેથી દોડધામ મચી ગઇ. સમગ્ર મામલે ચાર ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા જે ઇસમોને સાથે રાખી કેમીકલ ટેન્કરોની બાજુમાં જોતા જેઓ કેમીકલના ટેન્કરોના વાલ્વ બોક્ષ ખોલી સદર વાલ્વમાં પ્લાસ્ટિકની પાઈપ તથા પ્લાસ્ટિકની ગરણી લગાવી પ્લાસ્ટિકના કેરબામાં સ્ટેરીન કેમીકલની ચોરી જોખમી રીતે કરી રહ્યા હોવાનું જણાયું હતું.
સંદર્ભે, દહેજ પોલીસે ટેન્કરના ડ્રાઇવરો રમઝાનશા દિવાન, તોસીફશા દિવાન, ભેરારામ ચૌધરી તેમજ મબાબુલાલ ચૌધરીની અટકાયત કરી હતી. આ સાથે જ 7 ટેન્કર, 1 બોલેરો કાર અને મોબાઈલ મળી કુલ રકુલ રૂપિયા 3,56,38,047નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ફરાર સમીર ઉર્ફે સતારશા મલંગશા દિવાન અને ભાગી ગયેલ અન્ય ટેન્કર ચાલકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.