Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 27થી વધુ લોકોના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. માર્યા ગયેલાઓમાં બે વિદેશીઓ પણ સામેલ છે. એક વ્યક્તિ ઇઝરાયલનો છે અને બીજો ઇટાલીનો છે. ગૃહમંત્રી અમિત શાહ હવે શ્રીનગર પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કુલ ચાર આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાંથી ત્રણ પાકિસ્તાની અને એક સ્થાનિક કાશ્મીરી છે. બપોરે જ્યારે આ ઘટના બની ત્યારે પ્રવાસીઓ ત્યાં ઘોડેસવારી કરી રહ્યા હતા. પછી આતંકવાદીઓ ત્યાં પહોંચ્યા અને પર્યટકને પંજાબીમાં તેના ધર્મ વિશે પૂછ્યું. તેમની ઓળખ સ્થાપિત થયા પછી, લોકોને મારી નાખવામાં આવ્યા. આ દરમિયાન લગભગ 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ જેડી વાન્સે પહેલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું.

