
જામનગરમાં ડિમોલિશનને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. જામનગરની રંગમતી નદીના કાંઠે આવેલ દબાણો દુર કરવા સામે ગુજરાત હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, હાલની હીટવેવની સ્થિતિ જોતા મકાન-ઝૂપડામાં રહેનાર પરિવારને હાલાકી થશે.
મળતી માહિતી પ્રમાણે, જામનગર રંગમતી નદીના કાંઠે રહેનાર રમેશ જીવાભાઇ મકવાણા જે પોતે નદીના કાંઠે પાકા બનાવેલા મકાન બાંધી પોતાના પરિવાર સાથે છેલ્લા 25-30 વર્ષથી વસવાટ કરે છે. રમેશભાઇના ભાઇઓના મકાન પણ નજીકમાં જ બાંધેલા છે. રંગમતી નદીના પટ્ટમાં આવેલા દબાણો દૂર કરવા મનપાએ કવાયત હાથ ધરી હતી. જો કે બાદમાં આ અંગે એક અરજદાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.