
Jamnagar news: જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ ઘણા સમયથી માહોલમાં ગરમાવો છે ત્યારે આજે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની કુલ 25માંથી 10 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાય અને તેના પરિણામ આવે તે પહેલા જ સમરજ જાહેર થઈ ગઈ છે.
મળતી વિગતો અનુસાર, રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે આજે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલી વિવિધ 25માંથી 10 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી. જેથી ચૂંટણી પ્રક્રિયાનો ખર્ચ અને સમય બચશે. હવે આ ગામોમાં સરપંચ અને સભ્યોની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવી છે. જે ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ જાહેર થઈ છે તેમાં ડાંગરા ગ્રામ પંચાયત, જાબીડા ગ્રામ પંચાયત, ગઢડા ગ્રામ પંચાયત, પીપરટોડા ગ્રામ પંચાયત, બીજલકા ગ્રામ પંચાયત, નાના ગરેડિયા ગ્રામ પંચાયત, હાડાટોડા ગ્રામ પંચાયત, મોટા વાગુદડ ગ્રામ પંચાયત, હરિપર ગ્રામ પંચાયત છે.