
Jamnagar news: જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકાના ખોબા જેવડાં માણેકપર ગામમાં બે ભાઈબહેનનાં ડૂબી જતા મોત થવાથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગામમાં રહેતા અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના બે બાળકો પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત થયા હતા.
મળતી વિગતો અનુસાર, જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલા માણેકપર ગામમાં પાણીના ખાડામાં ડૂબી જતા ખેતમજૂર પરિવારના બે માસૂમ ભાઈ-બહેનનાં મોત થતા પરિવાર શોકમગ્ન થયો હતો. ખેતમજૂરી કરી પેટિયું રળતા પરિવારના બે સંતાન અનિતા ભુરિયા ઉંમર 9 વર્ષ અને અવિનાશ ભુરિયા ઉંમર 7 વર્ષનું પાણીના ખાડામાં ડૂબી જતા ભાઈને બચાવવા જતા બહેનનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. આ અંગેની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.