Last Update :
21 Oct 2024
જામજોધપુર તાલુકામાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. જેમાં ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજ્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યા હતા.
ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત
પ્રથમ બનાવમાં બગોદરા જિલ્લાના બાસવાડા ગામનો વતની અને હાલ ગીંગણી ગામે ધીરૃભાઈ ફળદુના ડેલામાં રહેતો અને ખેતમજૂરી કામ કરતો રાજેશ ભૈરાભાઈ ડોડિયા નામનો 19 વર્ષીય યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને વેણુ નદીના પુલ પાસે પાણીમાં ન્હાવા પડયો હતો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.