દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ વધારવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર છેલ્લા થોડા વર્ષોથી લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપતી રહી છે. આ સાથે જ ટેકનોલોજી પણ ઘણી આગળ વધી રહી છે અને સતત નવા ફીચર્સવાળા ઈવી પણ લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે ઈલેક્ટ્રિક વાહનના વેચાણ મુદ્દે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયું છે.

