Home / Career : Application process started for JEE Advanced 2025

JEE Advanced 2025 માટે શરૂ થઈ રજીસ્ટ્રેશન પ્રક્રિયા, જાણો લાયકાત અને અરજી ફી

JEE Advanced 2025 માટે શરૂ થઈ રજીસ્ટ્રેશન પ્રક્રિયા, જાણો લાયકાત અને અરજી ફી

JEE Advanced 2025 માટે અરજી શરૂ થવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સમાચાર છે. JEE એડવાન્સ્ડ 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે અરજી કરવા માંગતા તમામ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે JEE એડવાન્સ્ડ 2025 માટે ઉમેદવારો 2 મે 2025ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી અરજી કરી શકે છે. ફી ભરવાની છેલ્લી તારીખ 5 મે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ JEE એડવાન્સ્ડની સત્તાવાર વેબસાઈટ jeeadv.nic.in પર જાઓ.
  • આ પછી હોમ પેજ પર ઉપલબ્ધ JEE એડવાન્સ્ડ 2025 રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • પછી એક નવું પેજ ખુલશે અહીં રજીસ્ટ્રેશન કરો.
  • એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયા પછી, એકાઉન્ટમાં લોગ ઈન કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને ફી ચૂકવો.
  • તે પછી સબમિટ પર ક્લિક કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.
  • છેલ્લે, ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

અરજી ફી

  • SC/ST/દિવ્યાંગ કેટેગરીના ભારતીય નાગરિકો અને મહિલાઓ: 1600 રૂપિયા
  • અન્ય ભારતીય નાગરિકો: 3200 રૂપિયા
  • OCI/PIO(I)6 સંબંધિત મહિલા ઉમેદવાર (જનરલ અને જનરલ-દિવ્યાંગ વ્યક્તિઓ) અને ઓપન (જનરલ-દિવ્યાંગ વ્યક્તિઓ): 1600 રૂપિયા

લાયકાત

જે ઉમેદવારોએ JEE Main 2025 પરીક્ષા પાસ કરી છે, અને ટોપ 2,50,000 સફળ ઉમેદવારો (બધીકેટેગરી સહિત) માં સ્થાન મેળવ્યું છે, તેઓ અરજી કરવા પાત્ર છે. આ સિવાય ઉમેદવારોએ 12મા ધોરણની પરીક્ષામાં 75 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ, જ્યારે SC/ST ઉમેદવારો માટે આ માપદંડ 65 ટકા છે.

Related News

Icon