
ગુજરાતના રાજકોટમાં નકલી ચલણી નોટોની હેરાફેરી કરતી ટોળકીને શહેર પોલીસે ઝડપી પાડી છે. આરોપી દ્વારા રૂ.500 નોટોના બંડલમાં અસલી નોટોની વચ્ચે નકલી નોટો મૂકીને જેતપુર સહિતના વિસ્તારમાં આંગાડીયા પેઢીઓમાં આંગડીયું કરાવતા હતા. પોલીસે રૂ.500ની 12 નકલી નોટો, મોબાઈલ જપ્ત કરીને ત્રણેય આરોપી વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
500 રૂપિયાના બંડલમાં બનાવટી નોટો મૂકીને કરી છેતરપિંડી
મળતી માહિતી મુજબ, જેતપુરની એક આંગડીયા પેઢીના નીકેશ ચંદનાણી નામના વ્યક્તિએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, ગત 13 એપ્રિલના રોજ અમારી પેઢીમાં રવિ નામના વ્યક્તિએ 10 લાખનું આંગડીયુ કરાવ્યું હતું. રવિએ આપેલા રૂ. 500ની નોટોના બંડલમાં કુલ 12 નોટો ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. જો કે, આ મામલે નીકેશે રવિ ડોબરીયાને વાત કરતા તેને પૈસા બદલવા મિત્રને મોકલશે તેમ કહ્યું હતું.
પોલીસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા
સમગ્ર મામલે પોલીસને જાણ થતાં આંગડીયા પેઢી આગળ વaચ ગોઠવી હતી. આ દરમિયાન રવિ ડોબરીયા જ્યારે નકલી નોટો લેવા માટે જાય છે, ત્યારે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવે છે. પોલીસે નકલી નોટો અંગે પૂછતાં રવિએ જણાવ્યું હતું કે, 'ધોરાજીના મારા મિત્રએ 10 લાખ રૂપિયાના બંડલમાં રૂ.500ની નકલી નોટો ઉમેરી હતી અને પછી આંગડીયુ કર્યું હતું. તેણે મને નકલી નોટો બદલવા માટે મોકલો હતો.' સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસે તપાસ કરીને મુખ્ય સૂત્રધાર ધોરાજીના શખ્સ સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહ હાથ ધરવામાં આવી છે.