Home / Business : Gold prices plunge again in the jewellery market, gap of Rs. 1100

ઝવેરીબજારમાં ફરી સોનાના ભાવ ગબડ્યા, વિશ્વબજારમાં ઘટાડો થતાં રૂ.1100નું ગાબડું

ઝવેરીબજારમાં ફરી સોનાના ભાવ ગબડ્યા, વિશ્વબજારમાં ઘટાડો થતાં રૂ.1100નું ગાબડું

મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ફરી ગબડયા હતા. વિશ્વબજારના સમાચાર ઝડપી પીછેહટ બતાવી રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ તૂટી ઔંશના ૩૩૦૦ ડોલરની અંદર ઉતરી ગયા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશથી ઝવેરીબજારોમાં સોનાના ભાવ આજે દબાણ હેઠળ રહ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૯૭૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૯૮૦૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૭૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૯થી ૩૩૨૦ વાળા તૂટી નીચામાં  ભાવ ૩૨૬૮ થઈ ૩૨૯૬થી ૩૨૯૭ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું છે. ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ ટેન્શન હળવું થતાં તેની અસરે પણ સોનાના ભાવ પર દબાણ વધ્યું છે.

વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૧થી ૩૩.૧૨ વાળા નીચામાં ૩૨.૬૫ થઈ ૩૨.૯૮થી ૩૨.૯૯ ડોલર રહ્યા હતા. ચીનમાં સોનામાં ઉંચા ભાવના કારણે ત્રિમાસિક માગ છ ટકા ઘટી ૨૯૦ ટન થયાના સમાચારની પણ વૈશ્વિક ગોલ્ડ બજાર પર અસર દેખાઈ હતી.

મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૭૦૦ વાળા રૂ.૯૪૭૨૭ તથા ૯૯૯ના રૂ.૯૬૧૦૦ વાળા રૂ.૯૫૧૦૮ બોલાયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૬૬૫૦ વાળા રૂ.૯૬૦૧૩ થઈ રૂ.૯૬૪૨૬ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ જોકે વધી આવ્યા હતા.

પ્લેટીનમના ભાવ ઔંશના ૯૭૫થી ૯૭૬ વાળા ઉંચામાં ૯૯૩ થઈ ૯૯૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૯૫૬ થઈ ૯૫૪થી ૯૫૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ બેતરફી સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૭.૫૭ તથા નીચામાં ૬૬.૪૨ થઈ ૬૬.૮૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૩.૯૨ તથા નીચામાં ૬૨.૫૭ થઈ ૬૨.૯૯ ડોલર રહ્યા હતા.

Related News

Icon