હાલ સોશિયલ મીડિયામાં મોરબી મુદ્દે રાજીનામા આપવાની અને મોરબીની ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જ વોર શરૂ થઇ ગયું. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી કાંતિ અમૃતિયાના સપોર્ટમાં સૂર પુરવતાં તેમણે પણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતાં કહ્યું છે કે, 'ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ.' સોશિયલ મીડિયામાં ચાલી રહેલા રાજીનામા વોરના લીધે આમ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકીય લડાઇમાં આમ જનતાના પાયા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. પાણી, રોડ, રસ્તા જેવા પ્રશ્નોની જનતા પીડાઇ રહી છે, પ્રજાના કરોડો રૂપિયાનો ધૂમાડો કરી ચૂંટણી યોજવામાં આવે છે અને હવે રાજીનામા ધરવાની વાતો કરી રહ્યા છે. રાજીનામા આપવાની નહી પણ કામો કરવાની ચેલેન્જ આપો. જેથી પ્રજાનું ભલુ થાય.

