
બોલિવૂડની કોમેડી ફ્રેન્ચાઈઝી ફિલ્મ 'હેરા ફેરી 3' (Hera Pheri 3) ઘણા સમયથી સમાચારમાં છે. આ ફિલ્મની ત્રિપુટી રાજુ, શ્યામ અને બાબુ ભૈયા દરેક ઘરમાં પ્રખ્યાત છે. આમાંથી બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલ (Paresh Rawal) એ ફિલ્મ છોડી દીધા પછી ફેન્સના દિલ તૂટી ગયા છે. આ દરમિયાન, કોમેડી એક્ટર જોની લીવરે 'હેરા ફેરી 3' (Hera Pheri 3) માંથી બહાર નીકળવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે, તેણે પરેશ રાવલને એક ખાસ સલાહ આપી છે.
જોની લીવરે સલાહ આપી
એક ઇન્ટરવ્યુમાં જોની લીવરે પરેશ રાવલ (Paresh Rawal) ને તેમના 'હેરા ફેરી 3' (Hera Pheri 3) માં કામ ના કરવાના નિર્ણય પર ફરી વિચાર કરવાની સલાહ આપી અને ફિલ્મમાં પાછા ફરવાની વાત કરતા કહ્યું કે, "મને લાગે છે કે પરેશ જી ફિલ્મમાં હોવા જોઈએ. બેસીને વાત કરવી જોઈએ. મામલો ગમે તે હોય, તેનો ઉકેલ લાવવો જોઈએ. ફેન્સ ફિલ્મમાં પરેશ જીને ખૂબ જ મિસ કરશે."
જોની લીવરે આગળ કહ્યું, 'પરેશ જી વગર ફિલ્મ મજા નહીં આવે. તેથી, વાત કરીને મામલો ઉકેલવો જોઈએ, મારા મતે આ યોગ્ય વાત છે." જ્યારે જોની લીવરને પૂછવામાં આવ્યું કે શું તે 'હેરા ફેરી 3' (Hera Pheri 3) નો ભાગ છે? તેના પર, તેણે હસીને કહ્યું, "મને હેરા ફેરીની ધમકી પહેલા જ મળી ગઈ છે કે તમને આ માટે બુક કરવામાં આવ્યા છે."
પરેશ રાવલે ફિલ્મ કેમ છોડી દીધી?
પરેશ રાવલના વકીલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "અમારા ક્લાયન્ટ માટે સ્ટોરી, સ્ક્રીન પ્લે અને એગ્રીમેન્ટનો એક ડ્રાફ્ટ જરૂરી છે, જે નિર્માતા દ્વારા મોકલવામાં આવ્યો નથી, આથી પરેશ રાવલે ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો."