
ગુજરાત હાઈકોર્ટના નવા 7 જજોનો શપથગ્રહણ સમારોહ આજે યોજાયો હતો. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે 7 ન્યાયિક અધિકારીઓ ન્યાયાધીશના શપથ લેવડાવ્યા હતા.
સાત ન્યાયિક અધિકારીએ ન્યાયાધીશ તરીકેના લીધા શપથ
રામચંદ્ર વાછાણી
જયેશ ઓડેદરા
પ્રણવ રાવલ
મુલચંદ ત્યાગી
દિપક વ્યાસ
ઉત્કર્ષ દેસાઈ
લીયાકત હુસેન પીરઝાદા