
Junagadh News: ગુજરાતમાંથી સતત આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ફરી એક વખત જૂનાગઢમાંથી એક યુવકે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. એક મહિનાની અંદરના લગ્ન જીવનમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢમાં એક યુવકે આત્મહત્યા કરી હતી. યુવકે અંતિમ ડગ ઉઠાવ્યા પહેલા એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો અને સુસાઈડ નોટ પણ લખી હતી. લગ્ન જીવનના એક મહિનાની અંદરના સમયમાં જ યુવકે આ પગલું ઉઠાવ્યું હતું. યુવકે પત્ની અને તેના મામાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
આપઘાત પૂર્વેનો મૃતકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. યુવકે કહ્યું હતું કે, પત્નિ અને તેના મામા બંને જવાબદારને સજા નહીં મળે ત્યાં સુધી મારી આત્માને શાંતિ નહીં મળે. જૂનાગઢના યુવકને જેતપુરમાં રહેવા દબાણ કરતા હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.