જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી ગેમઝોન સીલ કરવામાં આવ્યું હતું પરંતુ આ ગેમઝોન પાછળના દરવાજાથી ચાલુ હતું. આ અંગે જાણ થતાં એલસીબીના સ્ટાફે ત્યાં અંદર ગેમઝોનમાં દસેક વ્યક્તિ રમતા હતા. આથી ગેમઝોનના સંચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મામલતદારે તા. 25-5-2024 ના સીલ કરી દીધું
આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટના ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે આવેલા કુંજ સ્કવેરમાં પહેલા માળે સ્નુકઝોન ગેમઝોનને પરફોર્મન્સ લાયસન્સ ન હોવાના કારણે મામલતદારે તા. 25-5-2024 ના સીલ કરી દીધું હતું. પરંતુ આ સ્થળે પાછળના દરવાજા ખોલી ત્યાં ગેમઝોન ચાલતું હોવાની એલસીબીને બાતમી મળી હતી.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.