ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં એશિયાટિક સિંહોનો વસવાટ છે. ત્યારે અમરેલીના નજીક આવેલા રાજુલાના રામપરા ગામ પાસે ટોરેન્ટ વિસ્તારમાં વિકરાળ આગ લાગી છે. સિંહોના વિસ્તારમાં ભીષણ આગ લાગતાં વન્યપ્રાણીઓમાં ભાગદોડ મચી જવાની સંભાવના સેવાઈ રહી છે. બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ લાગતાં વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પીપાવાવ પોર્ટ સિન્ટેક્ષ આસપાસની 4થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે.

