
રાજ્યની બે બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે.જૂનાગઢની વિસાવદર અને મહેસાણાની કડી વિધાનસભાની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે..આ બન્ને બેઠક પર 19 જૂનના રોજ મતદાન થયુ હતુ.જેમાં વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયુ હતું.જ્યારે કડીમાં 57.9 ટકા મતદાન નોંધાયુ હતું. વિસાવદરમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે.
વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ સામે કોંગ્રેસના નીતિન રાણપરીયા ચૂંટણી મેદાને
વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ સામે કોંગ્રેસના નીતિન રાણપરીયા ચૂંટણી મેદાને છે.તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને મજબૂત ટક્કર આપી રહ્યા છે. નીતિન રાણપરિયા 2002થી 2009 એમ 7 વર્ષ સુધી ભેંસાણના યુવા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જૂનાગઢ યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે.. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ભાજપ અને કોંગ્રેસ બન્નેને મજબૂત ટક્કર આપી રહ્યા છે.2020માં ગોપાલ ઈટાલિયા સરકારી નોકરી છોડી રાજકારણમાં જોડાયા, તેઓ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે..
વિસાવદરમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ
વિસાવદરમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે. ત્રણેય ઉમેદવાર પાટીદાર સમાજમાંથી આવે છે. કારણ કે અહીં પાટીદાર સમાજનું જોર વધુ છે. વિસાવદરમાં છેલ્લા 30 વર્ષથી પાટીદર ઉમેદવારો જ ચૂંટણી જીતે છે.
છેલ્લા 18 વર્ષથી વિસાવદરમાં ભાજપ ચૂંટણી જીત્યુ નથી
આ જ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 3 વખત ચૂંટણી જીત્યા છે. તો કોંગ્રેસના હર્ષદ રિબડીયા 2 વખત ધારાસભ્ય રહ્યા હતા. 2022માં આમ આદમી પાર્ટના ભૂપત ભાયાણી વિસાવદર બેઠકથી ચૂંટણી જીત્યા હતા .છેલ્લા 18 વર્ષથી વિસાવદરમાં ભાજપ ચૂંટણી જીત્યુ નથી. 2012માં કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેટ ઝૂંટવાઈ જવાનો કિસ્સો ખુબ ચર્ચામા રહ્યો હતો..