ગુજરાતભરમાંથી સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં મહેસાણામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણામાં રેલવે વિભાગની બેદરકારીને કારણે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે વિભાગની બેદરકારીને કારણે એક અંડરપાસમાં અકસ્માત સર્જાઈ રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં કડીના અંડર પાસના વળાંકમાં તંત્રની કામગીરીમાં ભારે વેઠ જોવા મળી છે. બે દિવસમાં અંડર પાસમાં બે અકસ્માતની ઘટના સામે આવી છે. વળાંકમાં દીવાલ બનાવી ખડક કર્યો પણ આડાશ ના મૂકી જેને કારણે પહેલા બાઇક સવાર તો પછી છકડા ચાલક ખાડામાં પટકાયો હતો. ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.