Home / Gujarat / Mehsana : Assembly by-election: Congress gives ticket to former MLA Ramesh Chavda in Kadi

વિધાનસભા પેટાચૂંટણી: કડીમાં કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને આપી ટિકિટ

વિધાનસભા પેટાચૂંટણી: કડીમાં કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને આપી ટિકિટ

ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)એ આ બેઠકો જીતવા કમર કસી છે. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં AAP ઉમેદવાર જગદીશ ચાવડા ટિકિટ આપી છે જયારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ટિકિટ આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રમેશ ચાવડા મૂળ કડીના રહેવાસી અને કડી નગરપાલિકાથી પોતાનું સક્રિય રાજકારણ કરનાર નેતા રહ્યા છે અને ભાજપની લહેરમાં પણ નીતિન પટેલ જેવા ભાજપના પીઢ નેતાને પડકાર આપનાર અને હાર આપનાર નેતા સાબિત થયા છે. 

રાજ્યમાં યોજનારી પેટા ચૂંટણીમાં કડી અને વિસાવદર બેઠક માટે ચૂંટણી યોજનારી છે તે દરમિયાન જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી દ્વારા ફૂટેલી કારતુશો એટલે કે કોંગ્રેસ પક્ષને નુકસાન કરનારા તત્ત્વોને દૂર કરવા માટેની માગણી સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા હવે કડી બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પસંદગીના ઉમેદવાર રમેશ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે.

કડી વિધાનસભા બેઠક પર અનેક દાવેદાર

કડી અને વિસાવદર બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. રે કડી બેઠક માટે ભાજપમાંથી ગાયક કાજલ મહેરિયા, સ્વ. કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકી સહિત અન્ય દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે. 

કડી બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી વિજયી બન્યા હતા. વર્ષ 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ 2025માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ 2025ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી, જેના માટે હવે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. કડી અને વિસાવદર બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે.



 

 

Related News

Icon